Tributes

અનેકવિધ ક્ષેત્રોના પ્રસિદ્ધ મહાનુભાવો ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં અર્પે છે દિવ્યાંજલિ...

ગુરુદેવ પ.પૂ. બાપજી એક વિરલ સત્પુરુષ કે જેમણે દેશ-વિદેશના અંતરિયાળ ગામો સુધી જઈને અનેક સ્તરના ઘણા સામાન્યજનો તથા મહાનુભાવોને દિવ્યાનુભવરૂપી સંભારણાં આપ્યાં છે. એટલે જ તેઓને દિવ્યાંજલિ અર્પવા દેશ-વિદેશના અનેક મહાનુભાવોના હ્રદયમાં અનન્ય સ્નેહાદર સાથે એક અભૂતપૂર્વ પ્રવાહ વહ્યો હતો. સ્થાન સંકોચને લીધે તેમાંથી થોડાક મહાનુભાવોના પત્રો, ટિ્વટર કે સંબોધનો દ્વારા મળેલ આંશિક દિવ્યાંજલિઓ તેમજ મહાનુભાવોની નામસૂચિ પણ અત્રે પ્રસ્તુત છે.

શ્રી નીતિનભાઈ પટેલ

શ્રી વિજયભાઈ રૂપાણી

માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

ગુરુદેવ પ.પૂ. બાપજી પાસેથી ઘણી વાર આશીર્વાદ મળ્યા છે. એમની મારા પર ઘણી કૃપા રહી છે. તેમની અંતર્ધાન લીલાથી હું દુ:ખની લાગણી અનુભવું છું. તેમણે સત્સંગ પ્રવૃત્તિનો વિસ્તાર કરી ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વધારવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. આજે ગુજરાત રાજ્ય અને ભારત દેશને એમના અંતર્ધાનથી મોટી ખોટ પડી છે. તેઓની કરુણા સદાય સમગ્ર ગુજરાત તેમજ મારી ઉપર રહેશે એવા વિશ્વાસ સહ એમના ચરણોમાં દિવ્યાંજલિ અર્પું છું.


શ્રી નીતિનભાઈ પટેલ

શ્રી નીતિનભાઈ પટેલ

માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાના સંસ્થાપક તથા સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય બાપજીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું.


શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા

શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા

કેન્દ્રિય મંત્રીશ્રી, ભારત સરકાર

ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણમાં મારી દિવ્યાંજલિ પાઠવું છું. એ દિવ્યપુરુષે ખૂબ જ કરુણા વહાવી છે અને વહાવતા રહેશે. એમની કરુણા ભારત પર રહે એ જ પ્રાર્થના સાથે પ.પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીને જય સ્વામિનારાયણ...


શ્રી હિંમતસિંહ ચૌધરી

માનનીય ધારાસભ્ય, ગુજરાત

ગુરુદેવ પ.પૂ. બાપજીએ આધ્યાત્મિક તથા સામાજિક ક્ષેત્રે ઘણાં ઉમદા સેવાકાર્યો કર્યાં છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને અધ્યાત્મ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેને ઇતિહાસ હંમેશાં યાદ રાખશે. સમગ્ર રાષ્ટ્રે તથા સમગ્ર રાજ્યે આજે એક યુગપુરુષ ગુમાવ્યા છે. એમના દિવ્ય આશીર્વાદ સમસ્ત પર છે. જે સમગ્ર માનવજગતનું કલ્યાણ કરશે.


શ્રી જગદીશભાઈ પંચાલ

શ્રી જગદીશભાઈ પંચાલ

માનનીય ધારાસભ્ય, ગુજરાત

ગુરુદેવ પ.પૂ. બાપજી જોડે હંમેશાં પોતાપણું લાગે. જ્યારે ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શને ગયા હોઈએ તો આપણી ચિંતા વગર કહ્યે જાણી આપણને એમની દિવ્યતાનો અલૌકિક અનુભવ કરાવ્યો છે. વળી, મને એમણે ઘણી વાર પોતાનો જાણીને આશીર્વચન પાઠવ્યા છે. એ દિવ્યપુરુષે એવા ઘણા અનુભવો કરાવ્યા છે. મારા જેવા તો હજારો-લાખો ભક્તોના અનુભવ હશે. આજે ગુરુદેવ પ.પૂ. બાપજી અવરભાવમાં આપણી વચ્ચે નથી પણ દિવ્ય રૂપે સદાય આપણી ભેળા ને ભેળા જ છે... પ્રગટ જ છે ને રહેશે...


મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થા

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થા

પરમ પૂજ્ય દેવનંદનદાસજી સ્વામીશ્રીએ અવરભાવની દૃષ્ટિએ મનુષ્ય લીલા સંકેલી લીધી છે. તેઓએ જીવનપર્યંત સાધુતાસભર દિવ્યજીવનનો પાઠ શીખવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કારણ સત્સંગની અંદર એક મોટાપુરુષની ખોટ પડી છે. આપણે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ – એમની કૃપા આપણા પર સદૈવ રહે...


શ્રી સ્વામિનારાયણ મંદિર, પાટડી

ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજ્ઞા-ઉપાસનાનો વેગ આપી, ગામડે ગામડે વિચર્યા હતા. એમને વચનામૃતની વાતું ઇદમ્ હતી. એમણે રાત-દા’ડો જોયા વિના, ઊંઘ-ઉજાગરા જોયા વિના સ્વામિનારાયણ સંપ્રદાયનું પોષણ કર્યું છે.


શ્રી રાજ શેખાવત

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ

ગુરુદેવ પ.પૂ. બાપજીએ જે યોગદાન આપ્યું છે સમસ્ત જનતાને જાતિ-ધર્મ ભેદભાવ રાખ્યા વિના એનું વર્ણન કરવા માટે મારા પાસે શબ્દો નથી. આજે અમે બધાએ એક એ વિભૂતિને ખોઈ છે પણ તેમના આશીર્વાદ હંમેશાં આપણી સાથે છે. અને આ ભારત દેશની જનતા જેમણે (ગુરુજી બાપજીએ) વ્યસનમુક્ત કરી છે. વળી, તેમને આધ્યાત્મિક જ્ઞાન દીધું છે. હું પરમ પૂજ્ય ગુરુજી બાપજીના દિવ્ય ચરણોમાં વંદન કરી અને એમના આશીર્વાદ લઉં છું અને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું...


શ્રી પ્રો. કુબેરભાઈ ડીંડોર

શ્રી પરેશ ધાનાણી

કૉંગ્રેસ પાર્ટી, ગુજરાત રાજ્ય

સમાનતા અને સદ્ભાવનાના પાયા ઉપર ગુજરાતના અંતરિયાળ ગામડાંઓની અંદર આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન કરનારા પરમ પૂજ્ય ગુરુદેવ પ.પૂ. બાપજીને કોટિ કોટિ વંદન... તેમના દિવ્ય ચરણોમાં હ્રદયપૂવર્કની દિવ્યાંજલિ...


શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, અમદાવાદ

સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય દેવનંદન સ્વામી (ગુરુદેવ પ.પૂ. બાપજી) આ લોકની રીતે આ લોકમાંથી અંતર્ધાન થયા છે. સારા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અને ખાસ કરીને કહેવાય કે કારણ સત્સંગમાં મોટાપુરુષ અંતર્ધાન થાય એની રીત પ્રમાણે એટલે ખોટ અવશ્ય પડી. આ લોકની દૃષ્ટિએ એમ કહેવાય કે ગુરુદેવ પ.પૂ. બાપજી અંતર્ધાન થયા છે પણ સદાયને માટે પ્રગટ છે તો આવા સંતની આપણને સૌ કોઈને ખોટ પડી છે. તો એમણે જે જીવન સંદેશો આપ્યો છે એ સંદેશને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને બીજાના જીવનમાં ઉતારવા સૌ પ્રયત્ન કરીશું તો ખરા અર્થમાં આપણે વંદન કર્યાં કહેવાય છે અને એ જ એમને દિવ્યાંજલિ આપી કહેવાય.


શ્રી પ્રો. કુબેરભાઈ ડીંડોર

શ્રી પ્રો. કુબેરભાઈ ડીંડોર

ધારાસભ્યશ્રી, સંતરામપુર

ગુરુદેવ પ.પૂ. બાપજીએ પંચમહાલ ક્ષેત્રે પધારી આદિવાસી બંધુઓને જીવન જીવવાની કળા બતાવી નિર્લેપ જીવન જીવવાની કળા શીખવી છે. વળી, તીર્થધામ ગોધર બનાવી સૌને સુખિયા કર્યાં તે ક્યારેય વિસ્મરી શકાય તેમ નથી.


શ્રી જયપ્રકાશ પી. પટેલ

શ્રી જયપ્રકાશ પી. પટેલ

પ્રમુખશ્રી, મહીસાગર જિલ્લા ભાજપ

વિરલ, દિવ્ય, સિદ્ધાંતવાદી સત્પુરુષ ગુરુદેવ પ.પૂ. બાપજીએ આદિવાસી સમાજને અંધશ્રદ્ધામાંથી મુક્ત કર્યો છે. વળી, પંચમહાલના ગમાડે ગામડે વિચરણ કરી પંચમહાલમાં પરિવર્તન આણ્યું છે.

પંચમહાલની પરિવર્તન ગાથાના ક્રાંતિકારી દિવ્ય સત્પુરુષ ગુરુદેવ પ.પૂ. બાપજીના ચરણોમાં દિવ્યાંજલિ...


શ્રી રામભાઈ પી. પટેલ

સેવાપ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ - ગુજરાત

ગુરુદેવ પ.પૂ. બાપજીએ ગુજરાત રાજ્યના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના સરહદી ગામડાંના આદિવાસી સમાજના બંધુઓમાં ધાર્મિક જાગૃતિ અને સત્સંગના માધ્યમ દ્વારા વ્યસનમુક્તિના વિધ વિધ કાર્યક્રમો કરી આ સમાજમાં આમૂલ પરિવર્તન લાવ્યા છે. આવા દીર્ઘદ્રષ્ટિવાન આપણા સૌના ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ દિવ્યાંજલિ અર્પણકરે છે...


બ્રહ્માકુમારીઝ સંસ્થા, ગુજરાત

દેશ-પરદેશની ભૂમિ પર ધર્મ અને અધ્યાત્મનો સંદેશ જનજન સુધી પહોચાડવાનું ભગીરથ કાર્ય અવિરત અથાક બની કરનાર, માનવસેવાના પ્રેરણામૂર્તિ તરીકે જેમની સુવાસ પ્રસરાવનાર, શિક્ષણ ક્ષેત્ર તેમજ આરોગ્ય ક્ષેત્રે મેડિકલ સેન્ટરો અને હૉસ્પિટલનું નિર્માણ કરી વેદના અને સંવેદનાનું પ્રતીક બનનાર, લાખોને વ્યસનમુક્ત કરનાર, યુવાનોને ધર્મના સંસ્કારોનું સિંચન કરનાર અને મુમુક્ષુઓને ત્યાગ-તપસ્યાના માર્ગે પ્રેરણા આપનાર એસ.એમ.વી.એસ.ના સંસ્થાપક ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ગુજરાતના સમગ્ર પરિવારની હ્રદયપૂર્વકભાવાંજલિ અર્પણકરીએ છીએ...


ગુરુદેવ પ.પૂ. બાપજીના અંતર્ધાન લીલાના દર્શનનો લાભ લેનાર સ્વામિનારાયણ સંપ્રદાયની તથા અન્ય સાંપ્રદાયિક સંસ્થાના મહાનુભાવો

• BAPS સ્વામિનારાયણ સંસ્થા, સંતવૃંદ

• મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, સંત-હરિભક્ત વૃંદ

• YDS હરિધામ, સોખડા; સંત-હરિભક્ત વૃંદ

• શ્રી જાગાસ્વામી અક્ષર પુરુષોત્તમ સંસ્થા, સંતવૃંદ

• અનુપમ મિશન, સંત-હરિભક્ત વૃંદ

• શ્રી ગુણાતીત જ્યોત મહિલા કેન્દ્ર, સંતવૃંદ

• શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ સંસ્થા સંત-હરિભક્તવૃંદ

• શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ, સંતવૃંદ

• શ્રી સ્વામિનારાયણ ગુરુકલ, છારોડી સંતવૃંદ

• શ્રી સ્વામિનારાયણ મંદિર, પાટડી સંતવૃંદ

• શ્રી સ્વામિનારાયણ મંદિર, વઢવાણ સંત-હરિભક્ત વૃંદ

• શ્રીજીધામ, સાયન્સ સિટી, સંતવૃંદ

• પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, અમદાવાદ

• જગન્નાથ મંદિર, અમદાવાદ

• દાદા ભગવાન, ત્રિમંદિર, અડાલજ – ભક્તવૃંદ

 

ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શનાર્થે પધારેલા સામાજિક તથા રાજકીય મહાનુભાવો : તા. ૨૩/૨૪-૮-૧૯

૧.     શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

૨      શ્રી નીતિનભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

૩      શ્રી સુરેશભાઈ મહેતા, પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય

૪.     શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રીશ્રી

૫      શ્રી જશવંતસિંહ ભાભોર, માનનીય સંસદ સભ્યશ્રી

૬.     શ્રી હસમુખભાઈ પટેલ, માનનીય સંસદસભ્યશ્રી

૭      શ્રી અમિતભાઈ ઠાકર, મંત્રીશ્રી, ભાજપ સમિતિ

૮      શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માનનીય મંત્રીશ્રી

૯      શ્રી પરેશભાઈ ધાનાણી, વિરોધપક્ષના નેતાશ્રી

૧૦.    શ્રી મનીષભાઈ દોશી, મુખ્ય પ્રવક્તા, કૉંગ્રેસ

૧૧.    શ્રી જગદીશભાઈ પંચાલ, માનનીય ધારાસભ્યશ્રી

૧૨.    શ્રી રાકેશભાઈ શાહ, માનનીય ધારાસભ્યશ્રી

૧૩.    શ્રી શંભુજી ઠાકોર, માનનીય ધારાસભ્યશ્રી

૧૪.    શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય ધારાસભ્યશ્રી

૧૫.    શ્રી હિંમતસિંહ પટેલ, માનનીય ધારાસભ્યશ્રી

૧૬.    શ્રી બાબુભાઈ પટેલ, માનનીય ધારાસભ્યશ્રી

૧૭.    શ્રી અમીતભાઈ શાહ, પૂર્વ મેયર, અમદાવાદ

૧૮.    શ્રી વલ્લભભાઈ પટેલ, કોર્પોરેટરશ્રી, અમદાવાદ

૧૯.    શ્રી અશોકભાઈ દેસાઈ, સામાજિક આગેવાન

૨૦.    શ્રી રાજ શેખાવત, પ્રમુખશ્રી (કર્ણી સમાજ, ગુજરાત)

૨૧.    ડૉ. ભરતભાઈ પટેલ, સર સંઘ સંચાલક, ગુજરાત (આર.એસ.એસ.)

૨૨.    ડૉ. અભિજિતભાઈ, એપોલો હૉસ્પિટલ

૨૩.    ડૉ. વિશાલભાઈ, એપોલો હૉસ્પિટલ

૨૪.    ડૉ. જય કોઠારી, એપોલો હૉસ્પિટલ

૨૫.    ડૉ. મહર્ષિભાઈ, એપોલો હૉસ્પિટલ

૨૬.    શ્રી વિજયભાઈ વ્યાસ, જ્જ, એસ.એસ.આર.ડી.

૨૭.    શ્રી એ. જે. શાહ (આઈ.એ.એસ.), ચેરમૅન - ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ

૨૮.    શ્રી આશિષભાઈ દવે, પૂર્વ ગુડા ચેરમૅન

૨૯.    શ્રી પ્રવીણભાઈ કોટક, ઇસ્કોન ગ્રૂપ ચેરમૅન

૩૦.    શ્રી પ્રમુખભાઈ પટેલ, પ્રમુખ ગ્રૂપ ચેરમૅન

૩૧.    શ્રી આત્મારામભાઈ પટેલ, અંગત સચિવ, માનનીય મહેસૂલ મંત્રીશ્રી

૩૨.    શ્રી રમેશભાઈ દેસાઈ, ચેરમૅનશ્રી, પાણી-પુરવઠા, (એ.એમ.સી.)

૩૩.    શ્રી ગોતમભાઈ ચોકસી, જી.કે. ચોક્સી એન્ડ કોર્પોરેશન

૩૪.    શ્રી રોહિતભાઈ ચોકસી, જી.કે. ચોક્સી એન્ડ કોર્પોરેશન

૩૫.    શ્રી વિજયભાઈ પટેલ, એડવોકેટશ્રી, અમદાવાદ

૩૬.    શ્રી અતુલભાઈ પંડયા, એડવોકેટશ્રી, ગાંધીનગર

૩૭.    શ્રી રવિભાઈ પંડયા, એડવોકેટશ્રી, ગાંધીનગર

૩૮.    શ્રી ચિંતનભાઈ ચાંપાનેરી, એડવૉકેટશ્રી, અમદાવાદ

૩૯.    શ્રી આર.એસ. ભગોરા (આઈ.પી.એસ.), પૂર્વ પોલીસ મહાનિરીક્ષક (આઈ.જી.)

૪૦.    શ્રી રતનલાલ જૈન, શ્રોફ – અમદાવાદ

 

ગુરુદેવ પ.પૂ. બાપજીની દિવ્યાંજલિ પ્રસંગે પધારેલ મહાનુભાવો :

૧.     શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી, ગુજરાત

૨.     શ્રી બીજલબેન પટેલ, મેયર, અમદાવાદ

૩.     શ્રી અમૂલભાઈ ભટ્ટ, ચૅરમેન-સ્ટેન્ડિંગ કમિટી, એ.એમ.સી.

૪.     શ્રી કિશોરભાઈ ચૌહાણ, એમ.એલ.એ.-વેજલપુર

૫.     શ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી

૬.     શ્રી અમીતભાઈ ચાવડા, પ્રમુખ-ગુજરાત-કૉંગ્રેસ

૭.     શ્રી મનીષભાઈ દોશી, ચીફ સ્પોક પર્સન-કૉંગ્રેસ

૮.     શ્રી દિનેશભાઈ શર્મા, વિરોધ પક્ષના નેતા- એ.એમ.સી.

૯.     શ્રી શશીકાંતભાઈ પટેલ, પ્રમુખ, અમદાવાદ-કૉંગ્રેસ

૧૦.    શ્રી જનકસિંહ પરમાર, વી.એચ.પી. ગુજરાત

૧૧.    શ્રી ભરતસિંહ રાવલ, વી.એચ.પી. ગુજરાત     

૧૨.    શ્રી વિનયભાઈ વ્યાસ, જજ, એસ.એસ.આર.ડી.

૧૩.    શ્રી જે.ડી. દેસાઈ, (આઈ.એ.એસ.)ડાયરેક્ટર-હેલ્થ મિશન

૧૪.    શ્રી ટી. સી. બીસ્ત, (આઈ.પી.એસ.)-ડી.જી.ગાંધીનગર

૧૫.    શ્રી અજયભાઈ ઉમેઠ, ચીફ એડીટર-ગુજરાત

૧૬.    ડૉ. કેતનભાઈ દેસાઈ, અમદાવાદ

૧૭.    ડૉ. રાજેશભાઈ દેસાઈ, ક્રિષ્ના હૉસ્પિટલ

૧૮.    ડૉ. વસંતભાઈ વાલુ, અમદાવાદ

૧૯.    ડૉ. મહર્ષિભાઈ દેસાઈ, અમદાવાદ

૨૦.    ડૉ. નિકુલભાઈ કાપડિયા, એપોલો

૨૧.    ડૉ. હેમલભાઈ શાહ, દંતચિકિત્મક-મણિનગર

૨૨.    શ્રી રાજેન્દ્રભાઈ બારોટ, વકીલ, મુંબઈ

૨૩.    ડૉ. નિતીનભાઈ ઠક્કર, અમદાવાદ

૨૪.    શ્રી મોહિતભાઈ ગુજ્જર, આર્કિટેક-અમદાવાદ

૨૫.    શ્રી વિજયભાઈ પટેલ, વકીલ, અમદાવાદ

૨૬.    શ્રી અરવિંદભાઈ ઠક્કર, શીતલ મોટર્સ

૨૭.    શ્રી વાસુદેવભાઈ પટેલ, પ્રમુખ, સોની સમાજ

૨૮.    શ્રી તરુણભાઈ બારોટ, અમદાવાદ

૨૯.    શ્રી લલીતભાઈ શર્મા, રોટરી ક્લબ

૩૦.    શ્રી પ્રવીણભાઈ કોટક, બિલ્ડર

૩૧.    શ્રી કમલેશભાઈ ચૌહાણ, બિલ્ડર

૩૨.    શ્રી પવનભાઈ જૈન, બાલાજી રોડલાઇન

૩૩.    શ્રી નવીનભાઈ જી.પટેલ, અમદાવાદ

૩૪.    શ્રી કમલેશભાઈ ત્રિપાઠી, વેજલપુર, અમદાવાદ

૩૫.    શ્રી ધીરુભાઈ સંઘવી, સંઘવી ફાર્મ, ગાંધીનગર

૩૬.    શ્રી પંકજભાઈ પટેલ, ચંચળ પાર્ટી પ્લોટ, વાસણા

૩૭.    શ્રી એ. સી. દામાણી, વકીલ-અમદાવાદ

૩૮.    શ્રી આશીષભાઈ રાવલ, અમદાવાદ