Work

Work

ગુરુદેવ ૫.પૂ.બા૫જીએ પોતાના જીવન દરમ્યાન અનેક આધ્યાત્મિક અને સામાજીક કાર્યો કર્યા છે. એમના હદયમાંથી વહેતું કરુણાનું ઝરણું સમગ્ર માનવજાત ૫ર અવિરતપણે વહેતું રહ્યું છે. નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના અગરબત્તીની જેમ પોતાના જીવનને સમાજ સેવા માટે એમણે સમર્પિત કર્યું છે. અધ્યાત્મ અને સમાજ સેવાનો અનોખો સમન્વય કરનાર આ વિરલ વિભુતીનું ઋણ સમાજ ક્યારે નહીં ભૂલી શકે.

Mandir

Mandir

મંદિરો એ આધ્યાત્મિક અને સામાજિક પથદર્શક છે. માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરો એક આગવું સ્થાન ધરાવે છે. એટલે જ ગુરુદેવ પ.પૂ. બાપજી મંદિર નિર્માણના કાર્યને અતિ વેગવાન બનાવી માત્ર સમાજઉત્થાનનું જ નહિ, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના તથા તેના સિદ્ધાંતો અને મૂલ્યોના ઉત્થાનનું કાર્ય કરી રહ્યા છે. 

Sadhu

Sadhu

પોતાની આધ્યાત્મિક ઉન્નતી અને સાથે સમાજની ઉન્નતિના ઉમદા હેતુ માટે પોતાના મોજશોખ, આશા-અરમાનોને છોડી પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરતા સમાજના જ અંશ એટલે સંતો. 

ગુરુદેવ પ.પૂ. બાપજીએ અનેક યુવાનોને વૈરાગ્યની પ્રેરણા આપીને ત્યાગાશ્રમના માર્ગે પ્રયાણ કરાવ્યું છે. ગુરુદેવ પ.પૂ. બાપજીએ ૧૦૦ સંતો-પાર્ષદોની સમાજને ભેટ ધરી છે. જેઓ સમાજ વચ્ચે સંસારથી નિર્લેપ રહી સમાજને ઉન્નત બનાવે છે અને અગરબત્તીની જેમ પોતે સળગી સમાજમાં પ્રભુની સુવાસ ફેલાવે છે.

ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સિદ્ધાંતોનાં ઊંડાં રહસ્યો શીખવવાં, સાધુને શોભાવે તેવી દિવ્ય સાધુતા તથા ભગવાન સ્વામિનારાયણે સંતજીવન માટેનાં જે કાંઈ આદર્શો, મૂલ્યો અને મર્યાદાઓ બાંધ્યાં છે તે સંતોના જીવનમાં ચરિતાર્થ થાય તે માટે ગુરુદેવ પ.પૂ. બાપજીએ સંસ્થાના વડા મથક સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ‘સમર્પિત તાલીમ કેન્દ્ર’ (STK)નો પ્રારંભ પણ કર્યો છે.

Festivals for Cultural, Moral & Spiritual Values

Festivals for Cultural, Moral & Spiritual Values

ભગવાન સ્વામિનારાયણે ચલાવેલી પ્રણાલિકા મુજબ વર્તમાનકાળે ગુરુદેવ પ.પૂ. બાપજી પણ આવા ભવ્ય મહોત્સવો યોજીને આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ચલાવી રહ્યા છે. આવા મહોત્સવોથી સમાજમાં સંસ્કૃતિને અનેરું પોષણ મળે છે. ગુરુદેવ પ.પૂ. બાપજીએ અત્યાર સુધીમાં અનેક ઉત્સવ-મહોત્સવો કર્યા છે. એમાં પણ મુખ્ય આઠ મહોત્સવોના ભવ્ય આયોજનો સંતો-હરિભક્તોના સ્મૃતિપટ પર અંકિત થઈ ગયા છે. 

 ગુરુદેવ પ.પૂ. બાપજીએ ઉજવેલ ભવ્ય મહોત્સવો :

૧. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ - ૧૯૮૧

લાભ લેનાર કુલ જનમેદની : આશરે ૪,૫૦૦ થી પણ વધુ

૨. ઘનશ્યામનગર દશાબ્દી ઉત્સવ - ૧૯૮૪

લાભ લેનાર કુલ જનમેદની : આશરે ૯,૦૦૦ થી પણ વધુ

૩. જીવનપ્રાણ અબજીબાપાશ્રી સાર્ધ શતાબ્દી મહોત્સવ - ૧૯૯૩

લાભ લેનાર કુલ જનમેદની : આશરે ૩,૯૦,૦૦૦થી પણ વધુ

૪. બાપાશ્રી મહોત્સવ - ૧૯૯૫

લાભ લેનાર કુલ જનમેદની : આશરે ૧૮,૦૦,૦૦૦થી પણ વધુ

૫. સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ - ૨૦૦૧-૨૦૦૨

લાભ લેનાર કુલ જનમેદની : આશરે ૫,૫૦,૦૦૦થી પણ વધુ

૬. વચનામૃત રહસ્યાર્થ બાપાશ્રીની વાણી શતાબ્દી મહોત્સવ - ૨૦૦૬

 લાભ લેનાર કુલ જનમેદની : આશરે ૩,૦૦,૦૦૦થી પણ વધુ

૭. એસ.એમ.વી.એસ. રજત ગૌરવ ઉત્સવો - ૨૦૧૦ થી ૨૦૧૨

લાભ લેનાર કુલ જનમેદની : આશરે ૬,૦૦,૦૦૦થી પણ વધુ

૮. એસ.એમ.વી.એસ. રજત જયંતી મહોત્સવ - ૨૦૧૨

લાભ લેનાર કુલ જનમેદની : આશરે ૩,૫૮,૯૫૦થી પણ વધુ

Children Development

Children Development

ગુરુદેવ પ.પૂ. બાપજીએ સ્વામિનારાયણ દિગ્વિજય મંડળ અંતર્ગત બાળ-બાલિકા પ્રવૃત્તિનો પ્રારંભ ઈ.સ. ૧૯૮૭થી કર્યો હતો. જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. સંસ્કારોનું સિંચન, સત્સંગનાં મૂલ્યોનું સિંચન, કળા-કૌશલ્યની ખિલવણી, અભ્યાસમાં ગુણવત્તા જેવાં અનેકવિધ પાસાંઓના માધ્યમથી સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. સાત વર્ષની ઉંમરથી લઈને ચૌદ વર્ષની ઉંમરના બાળકો માટે બાળ-બાલિકા મંડળો સંસ્થાના સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલયના માર્ગદર્શન હેઠળ દેશ-પરદેશમાં ૬૩૩ કરતાં પણ વધુ સંખ્યામાં કાર્યરત છે. જેમાં દર અઠવાડિયે ૧૫,૦૦૦ કરતાં પણ વધુ બાળ-બાલિકાઓ આ બાળ-બાલિકા મંડળોનો લાભ લે છે.

Youth Development

Youth Development

આજના યુવાનમાં દેશ અને સમાજના ઉત્થાન અને વિકાસની તાકાત છે. તેનામાં વૈશ્વિક સંસાધનો અને પરિવર્તનની ક્રાંતિ સામે પડકાર ઝીલવાની શૌર્યતા છે પરંતુ તેની પાસે સાચી દૃષ્ટિ નથી. ગુરુદેવ પ.પૂ. બાપજીએ યુવાવર્ગની ઉત્ક્રાંતિ માટે સન ૧૯૮૭માં સ્વામિનારાયણ દિગ્વિજય મંડળ અન્વયે કિશોર - યુવક મંડળોની સ્થાપના કરી હતી. જેમાં યુવા વર્ગનું સર્વાંગી ઘડતર, માર્ગદર્શન તથા પરિવર્તન કરવામાં આવે છે. આ કિશોર - યુવક મંડળોમાં સાત્ત્વિક જીવન, ધર્મ - નિયમની દૃઢતા, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના, વૈભવી મટી સંયમી જીવન આદિ આધ્યાત્મિક મૂલ્યો તથા ચારિત્ર્ય, પ્રામાણિકતા, નૈતિકતા, સત્યતા જેવાં પાયાનાં સામાજિક મૂલ્યોનું પણ સિંચન કરવામાં આવે છે. દેશ-પરદેશમાં વિસ્તરેલ આ યુવા પ્રવૃત્તિ ભારત દેશના જુદાં જુદાં રાજ્યો, જિલ્લા, તાલુકા તથા શહેરોમાં રર૬ કરતાં વધુ યુવા તથા સંયુક્ત મંડળો ધરાવે છે. જ્યારે પરદેશમાં ૩૦ કરતાં પણ વધુ મંડળો ધરાવે છે. આ યુવા-સંયુક્ત મંડળોમાં દર અઠવાડિયે ૧૦,૦૦૦ કરતાં પણ વધુ સભ્યો લાભ લે છે.

Satsang Assemblies

Satsang Assemblies

સમાજને સત્સંગની હેલીથી લીલોછમ રાખવા માટેનું ગુરુદેવ પ.પૂ. બાપજીનું આગવું પ્રદાન એટલે જ સત્સંગ સભાઓ. પ્રતિ વર્ષ સંસ્થામાં આશરે સંતો દ્વારા જ ૨૦,૦૦૦ કરતાં પણ વધુ સત્સંગ સભાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારો ને લાખો હરિભક્તો સત્સંગનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત, પૂ. સંતો દ્વારા પ્રતિવર્ષ આશરે ૫૦,૦૦૦ કરતાં પણ વધુ પધરામણી અને મહાપૂજાઓનાં આયોજન દ્વારા પારિવારિક સંપર્ક કરીને અંગત ઉપદેશ આપવામાં આવે છે.

Turn to Divine Life

Turn to Divine Life

જેમ પારસમણીના સંગે લોઢું સોનું થાય છે તેમ ગુરુદેવ પ.પૂ. બાપજી પણ પારસમણી સમા દિવ્ય સત્પુરુષ છે. જેઓના સંગે અનેકના જીવન પરિવર્તન થયા છે. આજના કલુષિત વાતાવરણમાં વિષય, વ્યસન અને વહેમમાં સપડાયેલા અનેક યુવાનોને તેઓએ પોતાના અમૃત રૂપી વચનો ધ્વારા દિવ્યજીવન જીવવાની પ્રેરણા આપી છે. 

વળી, ગુરુદેવ પ.પૂ. બાપજીએ પંચમહાલના ડુંગરાઓમાં વસતા ગરીબ, દલિત, પછાત ને અંધશ્રદ્ધામાં અટવાયેલાઓના બેલી બની તેમના જીવનમાં તેઓએ પ્રકાશ પાથર્યા છે ને તેમના અંધકારમય જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. ૮૭ વર્ષની ઉંમરે પણ અસંખ્ય ગામડાંઓમાં વિચરણ તથા હજારો ભક્તોનાં ઘરોની વ્યક્તિગત મુલાકાત લીધી હોવા છતાં તેઓ અવિરત વિચરણ કર્યા કર્યું છે. તેમના આ વિચરણથી સર્વત્ર અનોખી આધ્યાત્મિક સુવાસ ફેલાઈ છે. પારિવારિક પ્રશ્નોનું મૂળ વ્યક્તિના સ્વભાવો છે દોષો છે. ગુરુદેવ પ.પૂ. બાપજી એવા પુરુષ છે કે જેમણે પરિવારોને એકતાંતણેથી જોડી રાખવા દરેક વ્યક્તિના વ્યક્તિગત જીવનમાં રસ લઈ, તેની કસરોને દૂર કરી જીવન પરિવર્તન કરાવ્યું છે. જેના પરિણામે હજારો પરિવારો છિન્ન-ભિન્ન થતા અટકી સુખમય જીવન જીવે છે.

Volunteers

Volunteers

સેવા અને સમર્પણની વેદિકા પર રચાયેલ ગુરુદેવ પ.પૂ. બાપજીનું સ્વયંસેવક દળ સદૈવ વિરલ ચેતનાથી થનગનતું રહ્યું છે. આ સ્વયંસેવક દળ નિઃસ્વાર્થભાવે જનસમાજના રાહત કાર્યોમાં તથા મોટા મહોત્સવોમાં ખડે પગે એક સૈન્યની જેમ સેવારત રહ્યું છે. ગુરુદેવ પ.પૂ. બાપજીની પ્રેરણાથી એસ.એમ.વી.એસ.ના સ્વયંસેવકો સંતોની અનુજ્ઞામાં રહી સરાહનીય સેવાકાર્ય કરતા રહ્યા છે. અનેકવિધ રાહતકાર્યોમાં ૧૦,૦૦૦ જેટલો સ્વયંસેવકોનો સેવાગણ સમાજસેવા માટે ગુરુદેવ પ.પૂ. બાપજીની આજ્ઞાથી હંમેશાં સુસજ્જ છે. સમાજની ભલાઈ માટે આ સ્વયંસેવકોની સેવાઓ અભિવંદનીય રહી છે.

Educational Services

Educational Services

ગુરુદેવ પ.પૂ. બાપજી એક વિરલ અને આર્ષદ્રષ્ટા સત્પુરુષ છે કે જેઓએ શિક્ષણ અને સંસ્કારના જતન માટે દિવ્ય ગુરુકુલની રચના કરી છે. જૂન ૨૦૦૨માં ગાંધીનગર ખાતે ગુરુકુલનો શુભારંભ થયો. આ ગુરુકુલમાં હજારો વિદ્યાર્થીઓ દિવ્યજીવનના મહારથી બની સત્સંગમાં, દેશમાં અને સમાજમાં ગુરુકુલનું તથા સંસ્થાનું નામ રોશન કરી રહ્યા છે. એ જ રીતે ઈ.સ. ૨૦૧૧માં માત્ર બાલિકાઓ માટે ‘સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સિવાય ગુરુદેવ પ.પૂ. બાપજીની નિશ્રામાં એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદ, ગાંધીનગર ખાતે ત્રણ મોટાં મોટાં શૈક્ષણિક સંકુલોની સ્થાપના થઈ છે. 

આજના મોંઘવારીના યુગમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ માટે શૈક્ષણિક નાણાકીય સહાય ગુરુદેવ પ.પૂ. બાપજીની આજ્ઞાથી સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. શૈક્ષણિક સહાયક યોજના દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સવિશેષ સહાયની રકમ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં દર વર્ષે ૨૫ લાખ કરતાં વધુ શૈક્ષણિક સહાય તથા અન્ય જરૂરી પાઠ્યપુસ્તકો આદિક સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે.

Medical Services

Medical Services

સમાજને ઉચ્ચ કક્ષાની તબીબી સેવા પૂરી પાડવા માટે અદ્યતન સુવિધાયુક્ત એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હૉસ્પિટલનું લોકાર્પણ ગુરુદેવ પ.પૂ. બાપજીના ૮૭મા પ્રાગટ્ય પર્વે તેઓની જ દિવ્ય પ્રેરણાથી તેઓના હસ્તે હજારોની ઉપસ્થિતિમાં જનસમાજ માટે કરવામાં આવ્યું હતું. આ હૉસ્પિટલ આશરે રૂપિયા ૮૦ કરોડ કરતાં પણ વધુ ખર્ચથી તૈયાર થઈ છે. 

આ હૉસ્પિટલમાં ગુરુદેવ પ.પૂ. બાપજીની પ્રેરણાથી હોસ્પીટલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યવસ્થા, ડોક્ટરો, મશીનો આદિ બધું જ મોટી મોટી કોર્પોરેટ હોસ્પિટલો જેવું તૈયાર કરવામાં આવ્યું છે. તેમ છતાં જનસમાજ પાસેથી પ્રવર્તમાન એવી વિશાળકાય હોસ્પિટલોના દર કરતા ઘણા ઓછા દરે સેવા આપવામાં આવે છે. જનસમાજની સેવા માટે સંસ્થા કરોડો રૂપિયાનું નુકસાન વહોરીને પણ હૉસ્પિટલનું સક્ષમ તંત્ર ચલાવે છે. માત્ર હોસ્પિટલ પ્રારંભના ૬ માસમાં ૪૦,૪૭૨ કરતા વધુ દર્દીઓએ તેની સેવાનો લાભ લીધો છે.

વળી, ગુરુદેવ પ.પૂ. બાપજીની આજ્ઞાથી ઈ.સ. ૧૯૯૬થી ‘શ્રીજી-બાપા મેડિકલ સેન્ટર’ વાસણા, અમદાવાદ ખાતે સમાજસેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેની પ્રશંસનીય સેવાથી ગુજરાતના અમદાવાદ શહેરમાં જુદાં જુદાં સ્થળોએ પણ આવાં ૫ કરતાં પણ વધુ મેડિકલ સેન્ટરો ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં આશરે ૧,૫૦,૦૦૦ કરતાં પણ વધુ દર્દીઓએ તેનો લાભ લઈ સ્વાસ્થ્ય માટે સુખાકારી પ્રાપ્ત કરી છે. 

ગુરુદેવ પ.પૂ. બાપજીની અનુજ્ઞાથી આર્થિક રીતે કથળાયેલા પરિવારોને તબીબી સેવા સમયસર ને પૂરતી મળી રહે તે માટે ‘મેડિકલ સહાય’ અન્વયે લાખો રૂપિયાની સહાય ફાળવવામાં આવી છે. અનેક જરૂરિયાતમંદો માટે ગુરુદેવ પ.પૂ. બાપજી ખરા સમયનો આધાર બની રહ્યા છે.

Tribals Development

Tribals Development

દાયકાઓથી પંચમહાલની પથરાળ ભૂમિ ગરીબીમાં જ સપડાયેલી છે. તો વળી, સાક્ષરતાના અભાવને પામેલ આદિવાસી ભોળી પ્રજા વિષય, વ્યસન, વહેમ, અંધશ્રદ્ધા, ચોરી, લૂંટફાટ આદિ દૂષણોમાં દોરાયેલી છે. આ પ્રજાનો ઉત્કર્ષ કરવાનું કાર્ય અતિ કઠિન હતું અને છે.

કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમમાં સપડાયેલા તથા ચોરી, લૂંટફાટ, મારઝૂડ કરી લોકોને રંજાડવા આદિ કુસંસ્કારોમાંથી તેઓને બહાર લાવી માત્ર સુસંસ્કારે યુક્ત જીવન જ નહિ પરંતુ દિવ્યજીવન જીવવાની તથા પ્રામાણિક, નિર્વ્યસની અને નીતિમય જીવન જીવવાની પ્રેરણા ગુરુદેવ પ.પૂ. બાપજીએ આપી છે.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ આ પંચમહાલની ધન્ય ધરા ઉપર રાત્રિ-દિવસ હાડમારી સહન કરીને પણ વિચરણ કર્યુ છે. ગુરુદેવ પ.પૂ. બાપજી દ્વારા મળતા નિરંતરના સત્સંગથી પશુ કરતાં પણ વધુ બેજ જીવન જીવતા આદિવાસી હરિભક્તો આજે દિવ્યજીવનના માર્ગે ચાલી આદર્શ ભક્ત અને મુક્તજીવન જીવી રહ્યા છે.

આદિવાસી જાતિઓના ઉત્કર્ષ માટે ૨૦૦ કરતા પણ વધુ ગામોમાં વ્યાપક સ્તરે સંપૂર્ણ જતનસભર મહત્ત્વનું સેવાકાર્ય ગુરુદેવ પ.પૂ. બાપજી કરી રહ્યા છે. એટલે જ હજારો અને લાખો આદિવાસી લોકોએ દિવ્યપુરુષ ગુરુદેવ પ.પૂ. બાપજીને પોતાના હૃદયાંગણમાં સ્થાન આપ્યું છે.

Relief

Relief

કુદરતી તત્ત્વો જ્યારે પોતાના રૌદ્ર સ્વરૂપનું દર્શન કરાવે છે ત્યારે વિજ્ઞાનની પણ ઘણી આવિષ્કારિતા નિષ્ફળ ઠરતી હોય છે. જેની ખુવારી વિશ્વમાં સૌ કોઈએ યેનકેન પ્રકારે ભોગવવી પડતી હોય છે જેમાં ભૂકંપ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, સુનામી અને વાવાઝોડું તેમજ આ સિવાય અનેક આવી આપત્તિઓ સૌ કોઈને લાચાર બનાવી દે છે. આ લાચારીમાંથી સમાજને બહાર લાવવાનું માનવસેવાકાર્ય ગુરુદેવ પ.પૂ. બાપજી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી માનવસમાજ ઉપર આવી પડેલી કુદરતી આપત્તિઓમાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ રાહત સેવાકાર્યો દ્વારા અનેક આપત્તિગ્રસ્તોને હૂંફ અને પ્રેમ આપ્યા છે.

આવી કુદરતી આપત્તિઓમાં સપડાયેલાં ગામો, શહેરો તથા માનવસમાજના સાચા રક્ષક અને પોષક બની સંસ્થાના સ્વયંસેવકો તથા સંતો રાહતકાર્યની સેવામાં ગુરુદેવ પ.પૂ. બાપજીની અજ્ઞાથી દિનરાત ખડેપગે હાજર રહે છે.

De-Addiction

De-Addiction

ગુરુદેવ પ.પૂ. બાપજીની આજ્ઞાથી ઈ.સ. ૧૯૯૨થી લઈને આજ દિન સુધી એમ ત્રણ દસકાઓથી વિવિધ તબક્કાઓમાં વ્યસનમુક્તિ અભિયાન અવિરત ચાલુ રહ્યાં છે. આ અભિયાનમાં સંસ્થામાં કાર્યરત સંતો-કાર્યકરોના નેતૃત્વ હેઠળ ચુનંદા બાળ-બાલિકાઓ અને યુવક-યુવતીઓ દ્વારા સમયે સમયે સમાજને વ્યસનમુક્ત બનાવવાના કાર્યક્રમો યોજાય છે. ગુરુદેવ પ.પૂ. બાપજીના આ ભગીરથ કાર્યથી આજદિન સુધીમાં વ્યસનમાં સપડાયેલા ૫,૦૦,૦૦૦ કરતા પણ વધુ લોકો વ્યસનમુક્ત બન્યા છે.

Environmental Care

Environmental Care

ગુરુદેવ પ.પૂ. બાપજીની દિવ્યતમ પ્રેરણાથી ઉચ્ચતમ આધ્યાત્મિકતાની સાથે સાથે અનેકવિધ જનહિતાવહ અર્થે સમાજલક્ષી સેવાનાં કાર્યો અવિરતપણે થઈ રહ્યા છે.એમાય પર્યાવરણના સંરક્ષણ અર્થે ગુરુદેવ પ.પૂ. બાપજી સદા ચિંતિત રહે છે. તેઓએ સરકાર દ્વારા આયોજિત અનેકવિધ અભિયાનો તથા સંસ્થા દ્વારા અવનવા આયોજન કરી પર્યાવરણનું શ્રેષ્ઠતમ જતન કર્યું છે.

ઈ.સ. ૨૦૦૧માં આવેલ દુષ્કાળમાં પંચમહાલ તથા સાબરકાંઠાના ૧૨૦થી વધુ તાલુકા સેન્ટર તથા ગામડાંઓમાં પશુ માટે વિનામૂલ્યે ૬,૯૭૧થી વધુ પશુઓને ૨,૩૨,૧૭૫ કિલો ઘાસનું તથા ૧,૯૪,૦૦૦ કિલો દાણનું વિતરણ કરી સમાજને ‘દુષ્કાળ’ની આપત્તિઓમાંથી બચાવી લીધો હતો. તદ્દઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ‘સ્વચ્છ ભારત’ અભિયાન ઉપક્રમે ગુરુદેવ પ.પૂ. બાપજીની પ્રેરણાથી એસ.એમ.વી.એસ. સંસ્થાના તમામ પૂ. સંતો તથા ૫,૯૧૬થી વધુ સ્વયંસેવકો-સેવિકાઓએ ૧૧૪થી વધુ જાહેર સ્થળો ને રસ્તાઓ પર સ્વચ્છતા કરી હતી. વળી, ગુરુદેવ પ.પૂ. બાપજીની અનુજ્ઞાથી વૃક્ષારોપણ અભિયાન અન્વયે સંસ્થા દ્વારા કુલ ૧,૭૫,૦૦૦ કરતાં પણ વધુ વૃક્ષોનાં વાવેતર તથા જતન દ્વારા પર્યાવરણ સુરક્ષાનું સેવાકાર્ય થઈ રહ્યું છે. એ જ રીતે સંસ્થાના અનેક મંદિરોમાં સૌર શક્તિનો ઉપયોગ કરી પ્રેરણાત્મક કાર્ય થઈ રહ્યું છે.

Women Development

Women Development

સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા અનુસાર મહિલાઓ અને પુરુષોની યોગ્ય મર્યાદા જળવાઈ એ અનુસાર ગુરુદેવ પ.પૂ. બાપજીએ મહિલા સમાજ માટે પૂ. ત્યાગી મહિલામુક્તો (મહિલા સંતો) દ્વારા બાલિકા - યુવતી - મહિલા મંડળો, ધૂન મંડળો, વી.સી.ડી. કેન્દ્ર વગેરે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા સમાજમાં આધ્યાત્મિક ગુણો પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી દેશ-વિદેશના સેન્ટરોમાં ૩૩૯ જેટલા બાલિકા મંડળ, ૨૩ યુવતી મંડળ અને ૫૦ મહિલા મંડળ ચાલી રહ્યા છે. જેમાં ૧૫૦૦ કરતાં પણ વધુ મહિલા યુવતી કાર્યકરો તથા સંચાલકો આ સેવા પ્રવૃત્તિને જોરશોરથી આગળ ધપાવી રહ્યા છે. આ દિગ્વિજય મંડળની સભામાં ૧૫,૦૦૦ થી પણ વધારે મહિલા-યુવતી-બાલિકા મુક્તો લાભ લઈ પોતાના જીવનમાં આધ્યાત્મિક માર્ગે આગળ વધી રહ્યા છે. 

વળી, સમાજમાં ચાલતી મહિલા ઉત્કર્ષ માટેની સ્વૈચ્છિક સંસ્થાઓમાં ઈ.સ. ૨૦૦૮થી લઈ અદ્યાપિ પાઠ્યપુસ્તક તથા નોટ-ચોપડા વિતરણની સેવાનો વિના મૂલ્યે લાભ આપવામાં આવે છે.

Bhakti Niwas

Bhakti Niwas

ભગવાન સ્વામિનારાયણે પુરુષોની જેમ સ્ત્રીઓ પણ ભગવાન ભજી શકે તથા સંસારથી વિરક્ત બની ત્યાગાશ્રમ પણ સ્વીકારી શકે તેવી પ્રણાલિકા પ્રારંભી. આ માટે પોતાની હયાતીમાં ‘સાંખ્યયોગી બહેનો’ની પ્રણાલિકાનો પ્રારંભ કરાવ્યો. 

ભગવાન સ્વામિનારાયણના આ યુગકાર્યને અનુસરી તેમાં સાંપ્રત સમાજવ્યવસ્થા તથા વિષયમય જીવનશૈલીને ધ્યાનમાં લઈ આ પ્રણાલિકાના નિયમોને વધુ સજ્જ કરી ગુરુદેવ પ.પૂ. બાપજીએ એ ‘ભક્તિનિવાસ’ એકમનો પ્રારંભ કરાવ્યો. ભગવાન સ્વામિનારાયણને અતિ પ્રિય એવાં શ્વેત વસ્ત્રોનો પહેરવેશ ધારણ કરી તથા સાંસારિક સંબંધો અને સુખોથી અલિપ્ત બની ‘ભક્તિનિવાસ’ એકમ દ્વારા ૮૩ જેટલાં પૂ. ત્યાગી મહિલામુક્તો ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત સિદ્ધાંતોના પ્રવર્તનની સેવા કરી રહ્યાં છે.

ત્યાગાશ્રમના માર્ગે વળવા ઇચ્છતી યુવતીઓ માટે ‘સમર્પિત તાલીમ કેન્દ્ર’ કાર્યરત છે. આ ‘ત્યાગી મહિલામુક્ત’ સમાજની વિશિષ્ટતા એ છે કે તેઓ દ્રવ્યનો સ્પર્શ કરતા નથી તથા પુરુષનો પણ સંપૂર્ણ ત્યાગ રાખે છે.