જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ જેઠાભાઇને “આધા તુમ્હારા અને આધા હમારા” આશીર્વાદ આપ્યા.
કારણ સત્સંગના સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવી ઉજાગર કરનાર વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીનું વિરમગામ તાલુકાના વાસણ ગામે પ્રાગટ્ય થયું.
પોતાના આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના પ્રાગટ્યના દિવ્ય આશીર્વાદ સમર્થ સદ્ગુરુ મુનિબાપાને પ્રાર્થના કરી પોતે અપાવ્યા.
ભાગવતી સંતદીક્ષા ગ્રહણ કરી ‘સાધુ દેવનંદનદાસ’ એવું નામ ધારણ કર્યું.
ગુરુદેવ પ.પૂ.બાપજીએ સદ્દ.મુનિસ્વામી પાસે અપાવેલ આશીર્વાદ મુજબ લાડીલા ઘનશ્યામનું (પ.પૂ.સ્વામીશ્રીનું) સાણંદ તાલુકાના દદુકા મુકામે પ્રાગટ્ય થયું.
સદ્. મુનિસ્વામી થકી તેઓના સિદ્ધાંતોનો વારસો પામી કારણ સત્સંગની દિવ્ય અમીરપેઢીના અમીર વારસદાર થયા.
શ્રીજીમહારાજ અને જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સર્વોત્તમ સિદ્ધાંતોના વિશ્વવ્યાપી પ્રવર્તન કાજે ગુરુદેવ પ.પૂ. બાપજીએ અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં મલેકસાબાન સ્ટૅડિયમની પાળે સભાનો પ્રારંભ કર્યો. અને ઘનશ્યામનગર મંદિરનો શિલાન્યાસ કર્યો.
અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં ઘનશ્યામનગર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌપ્રથમ શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિર રચી સ્વામિનારાયણ ભગવાનનો અધૂરો સંકલ્પ પૂર્ણ કર્યો અને સંપ્રદાયમાં શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરો રચવાનો ક્રાંતિકારી પ્રારંભ કર્યો.
એસ.એમ.વી.એસ. સંસ્થાના માસિક સામયિક ‘ઘનશ્યામ’ અંકનો પ્રારંભ કર્યો.
ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે મુક્તરાજ ઘનશ્યામભાઈ (વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી)નું મોટા મંદિરે પ્રથમ મિલન થયું.
પોતાના સર્વશ્રેષ્ઠ શિષ્ય તેમજ આધ્યાત્મિક અનુગામી સત્પુરુષ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને ભાગવતી સંતદીક્ષા આપી, ‘સાધુ સત્યસંકલ્પદાસ’ એવું નામકરણ કર્યું.
ભગવાન સ્વામિનારાયણનો ૨૦૦ વર્ષનો પ્રાગટ્ય મહોત્સવ ‘સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ’ ઘનશ્યામનગર મંદિરે ઊજવાયો.
શ્રીજીમહારાજ અને બાપાશ્રીના સિદ્ધાંત પ્રવર્તન કાજે સાંપ્રદાયિક બંધનોમાંથી ગુરુદેવ પ.પૂ.બાપજી નિર્બંધ થયા.
શુદ્ધ ઉપાસનાયુક્ત ભવ્ય પ્રથમ શિખરબદ્ધ મંદિરનું શ્રીજીમહારાજના પ્રસાદીભૂત સ્થાન વાસણા ખાતે નિર્માણ કરીને સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)ની સ્થાપના કરી.
સિદ્ધાંતોના પ્રચાર માટે સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર અન્વયે બાળ-બાલિકા, કિશોર-યુવક મંડળની સ્થાપના કરી.
‘જીવનપ્રાણ અબજીબાપાશ્રી શાર્ધ શતાબ્દી મહોત્સવ’ના પૂર્વ તબક્કારૂપે ‘બાપાશ્રી મહોત્સવ’ લુણાવાડા ખાતે ઉજવાયો.
‘જીવનપ્રાણ અબજીબાપાશ્રી શાર્ધ શતાબ્દી મહોત્સવ’ માત્ર ૧૪ સંતોના સહયોગથી ભવ્યતાથી યોજી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એસ.એમ.વી.એસ. સંસ્થાની શાન વધારી.
સૌપ્રથમ વાર વિદેશ વિચરણ અર્થે લંડન પધારી વિદેશની ભૂમિ પર કારણ સત્સંગનાં બીજ રોપ્યાં.
સૌપ્રથમ અમેરિકા અને કુવૈત ખાતે વિચરણ અર્થે પધારી કારણ સત્સંગનાં બીજ રોપાયાં.
મહિલા વર્ગના આધ્યાત્મિક-સામાજિક ઉત્કર્ષ માટે ગુરુદેવ પ.પૂ. બાપજીની પ્રેરણાથી ત્યાગી મહિલામુક્તોના ‘ભક્તિનિવાસ’ એકમની સ્થાપના થઈ.
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ભવ્ય ‘સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ’ ઊજવાયો.
ગાંધીનગર ખાતે સ્વામિનારાયણ ધામનું નિર્માણ કરી SMVS સંસ્થાના મુખ્ય વડામથકની સ્થાપના કરી.
બાળકોમાં સત્સંગ, સંસ્કાર અને શિક્ષણ આપવા માટે ગાંધીનગર ખાતે SMVS સ્વામિનારાયણ ધામ ગુરુકુલની સ્થાપના કરવામાં આવી.
વિદેશની ભૂમિ પર અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટમાં જર્સીસિટી ખાતે સૌપ્રથમ સર્વોપરી શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરનું નિર્માણ કરીને કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાનો મંગલ પ્રારંભ કર્યો.
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ભવ્ય ‘વચનામૃત રહસ્યાર્થ બાપાશ્રી વાણી શતાબ્દી મહોત્સવ’ ઊજવાયો.
સમગ્ર સંસ્થાનું સુયોગ્ય મૅનેજમેન્ટ ગોઠવવા કાર્યાલયોની રચના કરી.
ગુરુદેવ પ.પૂ. બાપજીનો ૭૫મો પ્રાગટ્યોત્સવ ‘અમૃત પર્વ શિબિર’ તરીકે ઊજવાયો.
મુમુક્ષુને સંત થતા પૂર્વે સુવ્યવસ્થિત આધ્યાત્મિક ઘડતર તથા વ્યવહારિક તાલીમ આપી તેઓનું સર્વાંગી ઘડતર કરવા માટે સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)નો પ્રારંભ કર્યો.
કન્યા કેળવણીના તીર્થ સમાન ‘SMVS સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલ’ની ગાંધીનગર ખાતે સ્થાપના કરવામાં આવી.
આજની બાળપેઢીને સત્સંગ, સંસ્કાર તેમજ કેળવણીના ઉચ્ચ આદર્શો બાળપણથી મળી રહે તે માટે ‘આદર્શ બાળ સભા’ (ABS)નો પ્રારંભ કરવામાં આવ્યો.
SMVS સંસ્થાને ૨૫ વર્ષ પૂર્ણ થયાના ગૌરવરૂપે ‘SMVS રજત જયંતી મહોત્સવ’ ઉજવાયો.
પોતાના આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર અનુગામી સત્પુરુષ તરીકે વ્હાલા પ.પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીને ઘોષિત કર્યા.
ભવિષ્યમાં થનાર કારણ સત્સંગ યુનિવર્સિટીનો ભાવિ સંકલ્પ ઉદ્ઘોષિત કર્યો.
‘કારણ સત્સંગ યુનિવર્સિટી’ના પૂર્વાપર આયોજનના ભાગ રૂપે આદર્શ યુવા પ્રૉજેક્ટનો પ્રારંભ થયો.
સંસ્થાના ૨૫ વર્ષ પૂર્ણ થયે રજત જયંતી મહોત્સવ ઊજવાયો તે ઉપક્રમે ૨૯ મંદિરોનાં નિર્માણકાર્ય તથા ભૂમિ પ્રવેશના પ્રોગ્રામ થયાં.
SMVS સંસ્થાના ૨૫ વર્ષ પૂર્ણ થયે ગુજરાત રાજ્યના તાલુકા તથા જીલ્લાઓ લેવલના આશરે ૧૪ જેટલા રજત ગૌરવ દિનો ઉજવાયા.
ત્યાગાશ્રમના માર્ગે વળવા ઇચ્છનાર મુમુક્ષુ યુવતીઓનું આધ્યાત્મિક ઘડતર કરવા તથા વ્યવહારિક તાલીમ આપી તેઓનું સર્વાંગી ઘડતર કરવા માટે સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)નો પ્રારંભ થયો.
ગુરુદેવ પ.પૂ. બાપજી દ્વારા સમજાવવામાં આવી રહેલ શ્રીજીસંમત કારણ સત્સંગના મૂળભૂત સિદ્ધાંતોનો લઘુ ગ્રંથ ‘સ્વરૂપનિષ્ઠા’ની રચના કરવામાં આવી. જેમાં જ્ઞાનની સ્પષ્ટતા માટે ગુરુદેવ પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીએ પણ અંગત રસ લઈ ખૂબ દાખડો કર્યો.
દેશ-વિદેશમાં સમાજના કોઈ પણ વર્ગને સામાજિક તથા રચનાત્મક પ્રવૃત્તિઓનો લાભ આપવા તથા તેના સંચાલન માટે ‘SMVS ચૅરિટિઝ ટ્રસ્ટ’ની સ્થાપના કરવામાં આવી.
આજે કે ભવિષ્યમાં જે હેતુ, આદર્શો તેમજ સિદ્ધાંતોથી આ SMVS સંસ્થાનું શ્રીજીમહારાજના સંકલ્પથી સ્થાપન કરવામાં આવ્યું છે તેમાં હજારો-લાખો વર્ષ સુધી કોઈ ફેરફાર ન આવે તથા પેઢીઓની પેઢીઓ સંસ્થાના પાતાળમાં પાયા પહોંચાડવા SMVS સંસ્થાનું મુખ્ય સંસ્થા બંધારણ રચવામાં આવ્યું.
સ્વામિનારાયણ ભગવાને પૂ. સંતો માટે કરેલ આજ્ઞાઓ વર્તમાનકાળે તથા ભવિષ્યમાં પણ અક્ષરશઃ પળાય અને સંતોના આશ્રમની અણીશુદ્ધતા રહે તે માટે SMVSના ત્યાગીસમાજ માટે ‘સંત બંધારણ’ની રચના કરવામાં આવી.
નોર્થ અમેરિકા સત્સંગ પ્રવૃત્તિના સુવ્યવસ્થિત સંચાલન માટે અમેરિકાના ચેરીહિલ સિટી, ન્યૂજર્સી ખાતે સ્વામિનારાયણ ધામની વડામથક તરીકે સ્થાપના કરી.
બળદિયા ખાતે બાપાશ્રીના મૂળભૂત પ્રાગટ્યસ્થાન પર છત્રી નિર્માણ કર્યું.
SMVS છાત્રાલયની સ્થાપના થઈ.
સમાજ સેવાના મહાભિનિષ્ક્રમણ માટે ‘SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ’ની સ્થાપના થઈ.
ગુરુદેવ પ.પૂ. બાપજીની કથાવાર્તાને સંકલિત કરી લઘુગ્રંથ “પ.પૂ. બાપજીની અમૃત વાતો ભાગ-૧”નું એમની હયાતીમાં પ્રકાશન કરવામાં આવ્યું.
ગુરુદેવ પ.પૂ.બાપજીએ દેખાતો અવરભાવ અદ્રશ્ય કરી સ્વામિનારાયણ ધામ પર કાયમી નિવાસ કર્યો.